છેલ્લે છેલ્લે તબાહી સર્જાશે, ગુજરાતના આ ભાગોમાં વાવાઝોડાં સાથે પડશે તોફાની વરસાદ, અંબાલાલ પટેલે કરી બખ્ખાં બોલાવે એવી આગાહી…

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. જેને કારણે તોતિંગ ખર્ચો કરીને નવરાત્રિનું આયોજન કરતા આયોજકો પણ આ વખતે ચિંતામાં છે. જોકે, આના કરતા પણ મોટી આગાહી અંબાલાલ પટેલે શિયાળા અંગે કરી છે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, વરસાદની ચિંતા છોડો આવખતે હાડ થીજી જાય એવી ઠંડી પડશે. અલ નીનોની અસરથી ઠીજી જશે દરિયો! મોત લાવશે ઠંડી, અંબાલાલની સૌથી ઘાતક આગાહી. અંબાલાલ પટેલે જણાવ્યુંકે, આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે.

સપ્તાહની વાત કરીએ તો…વરસાદ બાદ હવે બફારો સહન કરવા તૈયાર થઈ જજો. કારણ કે વાતાવરણમાં 80 ટકા ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનો અનુભવ થશે. દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો આગામી સપ્તાહમાં છુટા છવાયા ઝાપટા સિવાય વરસાદની સંભાવના નથી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાય છે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *