ખેડૂતો તૈયાર રહેજો, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડવાની અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી…
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં વરસાદે વિરામ જાહેર કર્યો હતો. પરંતુ ફરી એકવાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદી માહોલ સક્રિય થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં દેશ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે.
રાજ્યમાં મેઘરાજા ફરી સપાટો બોલાવી શકે છે, અંબાલાલ પટેલે આગાહી કરતા એમ પણ કહ્યું છે કે આ વરસાદનો રાઉન્ડ જુલાઈ મહિનામાં પડેલ ઘાતક વરસાદની યાદ અપાવી શકે છે. ઓગસ્ટ મહિનો ભલે સંપૂર્ણ કોરો જોવા મળ્યો હોય પરંતુ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા ધૂમ મચાવી શકે છે. વરસાદનો આ રાઉન્ડ ખૂબ જ ભયાનક અને ભારે જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવતા 6 થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલએ વધુમાં જણાવ્યું છે કે આગાહી સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો સાથે કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે ગાજવીજ સાથે તો કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે.