ખેડૂતો આનંદો! સરદાર સરોવર ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો, ઓવરફ્લોથી આટલા મીટર દૂર, આ વિસ્તારો હાઈ એલર્ટ ઉપર, જાણી લો ફાટફાટ…

રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

ચોમાસુ જામતા જ ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. 24 કલાકમાં જ સરદાર સરોવર ડેમની જળ સપાટી 52 સેમી વધી છે.

ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી હાલ 120.31 મીટરે પહોંચી છે. ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 52 સેમીનો વધારો થયો છે.

સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાં વરસાદથી હાલ 45,129 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાંથી કેનાલમાં 9,731 ક્યુસેક અને નર્મદા નદીમાં 609 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા જ ગુજરાતમાં પાણીની સમસ્યા ઓછી થવાની આશા બંધાઇ છે. સાથે જ સિંચાઇ માટે પણ પાણીની સમસ્યાનો અંત આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમની સપાટી બધા નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *