ખેડૂતો આનંદો! ગણતરીના કલાકોમાં ગુજરાતમાં ચોમાસાની થશે એન્ટ્રી, કેવો વરસાદ પડશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
ઘણા લોકો ગરમી અને બફારા માંથી છુટકારો મેળવવા ચોમાસાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. તેવા લોકો માટે એક ખૂબ જ સારા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગણતરીના કલાકોમાં ગુજરાતના આ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
આજથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 10થી 14 જુનની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર ગણી શકાય છે.
મીડિયા સાથેની વાતચીત દરમ્યાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં હવે ચોમાસું ગણતરીના કલાકોમાં સક્રિય થઈ શકે છે. અને સત્તાવાર રીતે તેનું આગમન થઈ શકે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાના મોટા એંધાણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. હાલ પશ્ચિમના ભારે પવનો ગુજરાતમાં ચોમાસુ લાવી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળની ખાડીનું વહન અને અરબી સાગરનું વહન બંને વચ્ચે ખાંચો દેખાતો નથી. જેને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર, મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આજે બપોર બાદ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. વરસાદ અંગે વધુમાં કહ્યું છે કે 10 અને 14 તારીખે ભારે વરસાદ પડશે. અને ત્યારબાદ 20થી 25 જૂનમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિભારે ચોમાસાનો વરસાદ શરૂ થશે.