ખેડૂતો આનંદો! અંબાલાલ પટેલે વરસાદની નહીં પરંતુ વરાપની કરી મોટી આગાહી, ગુજરાતમાં આટલા દિવસ મળશે આરામ…

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે જુનાગઢ, સુત્રાપાડા અને નવસારીમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. જેને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે. છેલ્લા 15 દિવસથી પડી રહેલ સતત વરસાદને કારણે હવે લોકો અને ખેડૂતો વરાપની માગણી કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદની નહીં પરંતુ વરાપની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે આ એક સારા અને મહત્વના સમાચાર ગણી શકાય છે.

ચોમાસાના શરૂઆતથી જ ગુજરાતમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ચોમાસું પાકને મોટી માત્રામાં નુકસાની થવાની ભીતિ છે. ભારે વરસાદને કારણે ખેતરો સતત પાણીથી ભરાયેલા રહે છે. ચોમાસુ પાક હજુ નવજાત છે. વધારે પાણી ભરાતા તેના પાંદડાઓ પીળા પડવા લાગ્યા છે. તો કેટલોક પાક નિષ્ફળ પણ ગયો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાક અને ખેતરો પણ ધોવાયા છે. જેને કારણે હવે વરાળ મળવો ખૂબ જ જરૂરી છે.

બંગાળની ખાડી માંથી સક્રિય થયેલ સિસ્ટમને કારણે રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી પડેલ ઘાતક વરસાદથી હવે રાહત મળી છે. સક્રિય થયેલ આ સિસ્ટમ હવે કચ્છ અને પાકિસ્તાનના ભાગોમાં એક દિવસ સુધી વરસાદ વરસાવી શકે છે. આ સિસ્ટમ ગયા બાદ હવે ગુજરાતમાં આકાશ ખુલ્લું અને ચોખ્ખું રહી શકે છે. ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટની વચ્ચે ફરી એક વરસાદનો રાઉન્ડ આવવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આનંદની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા વરાપની આગાહી કરતા જણાવ્યું છે કે 25 જુલાઈ થી 31 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરાપ રહેવાની શક્યતા છે. આ દિવસો દરમિયાન વાતાવરણ એકદમ ખુલ્લું અને ચોખ્ખું રહેશે. તડકાનું પ્રમાણ વધારે રહેશે. કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો પણ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર 30 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો એકલ દોલક વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં એક મોટી સિસ્ટમ સક્રિય થશે. જેની અસર ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી વર્તાઈ શકે છે. આ દિવસો દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી એકવાર આફતનો વરસાદ પડશે. આ આગાહીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *