ખેડૂતોનો તૈયાર માલ અને નવરાત્રીની મજા બગડશે, ગુજરાતમાં આ તારીખે વાવાઝોડું કરશે કંઈક મોટી નવાજૂની, અંબાલાલ પટેલની રુવાડા ઊભા કરે એવી આગાહી…
ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી ઘણા ફેરફારો જોવા મળ્યા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠા જોવા મળી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં એક તરફ ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે અને બીજી તરફ નવરાત્રીની શાનદાર શરૂઆત થઈ છે. આ બંનેની દશા અરબી સમુદ્રમાં સક્રિય થતું વાવાઝોડું બગાડી શકે છે. આ તારીખે ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની થવાની અંબાલાલ પટેલની રુવાડા ઉભા કરે તેવી આગાહી સામે આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે આજથી જ અરબી સમુદ્રમાં એક મોટી હલચલ શરૂ થઈ શકે છે. આ હલચલને કારણે 18 ઓક્ટોબરે એક લો પ્રેશર સિસ્ટમ બનશે છે, આ સિસ્ટમ ધીમે ધીમે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને એક ખતરનાક વાવાઝોડામાં પરિણમી શકે છે. આ સિસ્ટમ બંગાળની ખાડી અને હિંદ મહાસાગરનો ભેજ પોતાના તરફ ખેંચીને એક ખૂંખાર વાવાઝોડાનું નિર્માણ થશે. આ વાવાઝોડું ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની કરી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર 2018 માં આવેલ વાવાઝોડાની અસર જેટલી વર્તાઈ શકે છે, તેવું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડું 22 થી 24 ઓક્ટોબર ની વચ્ચે સિવિયર સાઇક્લોનિક સિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે છે. જેને કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ખાઈ શકે છે.
આ વાવાઝોડું હાલ કઈ તરફ ફંટાય તેની સચોટ આગાહી કરવી મુશ્કેલ જણાઈ રહી છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વાવાઝોડું ઓમાન અથવા ગુજરાત તરફ ફંટાય તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. જો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો ગુજરાતના ખેડૂતોનો તૈયાર પાક અને નવરાત્રીની મજા માણતા ગરબા ખેલૈયાઓની દશા બગાડી શકે છે.
અંબાલાલ પટેલની આ વાવાઝોડાની આગાહીને કારણે હાલ ચારેકોર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ 24 અને 26 ઓક્ટોબરની વચ્ચે બીજું એક વાવાઝોડું સક્રિય થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે આ સાથે જ તેમણે છેક ડિસેમ્બર મહિના સુધી ચક્રવાતો આવવાની પણ એક આગોતરી આગાહી વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી સાચી માહિતી તમામ લોકો સુધી પહોંચી શકે.