ખેડૂતો અને ખેલૈયાઓ નક્કી માર્યા સમજો, તેજ વાવાઝોડું આ ભાગોમાં મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી બાટલો ફાડે એવી આગાહી…
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને માવઠા જોવા મળી રહ્યા છે. તો કેટલાક ભાગોમાં ગરમી અને બફારાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં હાલ વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. સાથે ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં સક્રિય થયેલ તેજ વાવાઝોડું આ તારીખે ગુજરાતના આ ભાગોમાં તબાહી મચાવશે એવું અનુમાન લગાવ્યું છે.
અરબી સમુદ્રમાં સક્રિય થતા વાવાઝોડાને “તેજ” નામ આપવામાં આવ્યું છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બે સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી દિવસોમાં એટલે કે નવરાત્રીમાં વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. કારણ કે ચોમાસુ પાક હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. આવા સમયે જો વાવાઝોડું કે વરસાદ આવે તો પાક નિષ્ફળ જતો હોય છે.
ગુજરાતમાં નવરાત્રીની જોરદાર શરૂઆત થઈ છે. આવી સ્થિતિમાં ખેલૈયાઓ અને નવરાત્રી આયોજકો પુરજોશમાં ગરબાનો આનંદ લઇ રહ્યા છે.પરતનું અંબાલાલ પટેલની આ આગાહીથી મુંજવણમાં મુકાયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17 થી 22 ઓક્ટોબરની વચ્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો આ સાથે જ બંગાળની ખાડીમાં નવરાત્રી દરમિયાન મોટા વાવાઝોડા આકાર લેશે તેવું પણ અનુમાન વ્યક્ત કર્યું છે. 17 આજથી ઓક્ટોબરથી જ અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં 18 ઓક્ટોબરે એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી છે, જે 22 ઓક્ટોબરે સુધીમાં ખૂંખાર વાવાઝોડામાં તેજમાં પરિણમશે. આ વાવાઝોડુ ઉત્તરપૂર્વીય અને પશ્ચિમ ભાગોમાં ગતિ કરશે. જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાતમા અને આઠમા નોરતામાં ભારે પવન સાથે ત્રાટકી શકે છે. નવરાત્રીના મધ્યમાં કંઈક મોટી નવાજૂની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાની ભારે અસર સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, બેક ટુ બેક સિસ્ટમ આવશે, હવે ખેડૂતો અને ખેલૈયાઓ તૈયાર રહેજો. 22 ઓક્ટોબર સુધીમાં આ વાવાઝોડું ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.