અંબાલાલની આ આગાહી સામે અલનીનો પણ મુકાશે મૂંઝવણમાં, આ તારીખથી ગુજરાતમાં મેઘરાજા બોલાવશે સપાટો, દિવાલ ઉપર લખી લેજો…

ગુજરાત ઉપર છેલ્લા એક મહિનાથી વરસાદ ન આવવાનું સંકટ તોળાઈ રહ્યું છે. સતત ગરમી અને બફારાનું પ્રમાણ વધતા હવે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. એવામાં હવે ક્યારે વરસાદ થશે ત્યારે સિસ્ટમો સક્રિય થશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ સમગ્ર દેશ ઉપર અલ નીનોની અસરને કારણે અને હોંગકોંગ બાજુ સક્રિય થયેલ વાવાઝોડાને લીધે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો તમામ ભેજ ગાયબ થયો છે. પરંતુ આ તારીખથી અલનીનો પણ થશે ફેલ તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા અલનીનોને પણ ફેલ કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમની આગાહી અનુસાર આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક તીવ્ર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ગુજરાત ઉપર જોરદાર વરસાદનું વહન આવી શકે છે. આ વરસાદનું વહન જુલાઈ મહિનામાં પડેલ ઘાતક વરસાદની યાદ તાજી કરી શકે છે.

અંબાલાલે મીડિયા સામે આગાહી કરતા જણાવ્યું છે કે 4થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં એક જોરદાર વરસાદનું વહન આવશે જેને કારણે અલની નો પણ તેનું કંઈ બગાડી શકશે નહીં. ગુજરાતમાં ખેડૂતોને વરસાદની ચિંતા કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એક વાર ચોમાસુ સક્રિય થવાના એંધાણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 10 સપ્ટેમ્બર આજુબાજુ ફોરકાસ્ટ મોડલ અને વિન્ડી મોડલો પણ લાલઘુમ જોવા મળી રહ્યા છે. એકંદરે જન્માષ્ટમી પછી ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફારો જોવા મળશે અને ભારે વરસાદ ગુજરાતમાં તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં જન્માષ્ટમી ઉપર મુશળધાર વરસાદ પડવાની પણ શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી પર નજર કરીએ તો 4થી 10 સપ્ટેમ્બરની વચ્ચે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 6 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં મેઘરાજા સપાટો બોલાવી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *