આ બે ગ્રહોની વિશિષ્ટ સ્થિતિને લીધે આ તારીખથી ગુજરાતમાં મેઘરાજા કરશે રી-એન્ટ્રી, અંબાલાલ પટેલે કરી તાત્કાલિક આગાહી…
ગુજરાતમાં આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં જૂન અને જુલાઈ મહિનામાં સીઝનનો સરેરાશ 85% થી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવે ઓગસ્ટ મહિનાના શરૂઆતથી વરસાદે વિરામ આપ્યો છે. પરંતુ ફરી એકવાર ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આ બે ગ્રહોની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે આ તારીખથી ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા ફરી એક વાર તબાહી મચાવશે તેને લઈને મોટી મગજના તાર ખેંચે તેવી આગાહી વ્યક્ત કરી છે.
ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં બંગાળની ખાડી માંથી જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે ઉત્તર અને પૂર્વ ભારત તરફ ફંટાઇ છે. જેને કારણે ગુજરાત ઉપર હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે જેને કારણે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં ફરી એકવાર બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થશે. જેને કારણે ઉપરા ઉપરી સિસ્ટમો સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સામે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. સૂર્ય અને શનિ ગ્રહની વિશિષ્ટ સંયોગની સ્થિતિના કારણે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદનું વહન ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ તબાહી મચાવે તેઓ વરસાદ પડશે. મેઘરાજા ફરી એકવાર મેઘ સવારી લઈને આવી રહ્યા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં 5 તારીખથી બનાસાકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દ્વારકા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.