અલનીનોની અસરને લીધે હજુ આ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નહીં, હવામાન વિભાગની જીવ તાળવે ચોંટાડે એવી આગાહી…
ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ગુજરાતમાં 70% થી વધુ હેક્ટરમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં પ્રથમ બે મહિના દરમિયાન સારો વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો જોવા મળ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં અલીનોની અસરને કારણે ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આ આગાહીથી ગુજરાતના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના 9 મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અમદાવાદ ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. હજુ પણ આગામી દિવસોમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધવાની શક્યતાઓમાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ભર ચોમાસે ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
અલનીનોની વિશેષ અસર વર્તાતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી, એવું હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ભેજનું પ્રમાણ દિવસેને દિવસે ઘટતા વાતાવરણ સૂકું અને વાદળછાયુ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. અલીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું કંઈક મોટી નવાજૂની કરી શકે છે એવું પણ તેમણે જણાવ્યું છે. ગુજરાતમાં વરસાદની અછત દિવસોને દિવસે વર્તાઈ રહી છે. ગુજરાતના ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન થવાની શક્યતા વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં થોડોક છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડશે. ભારે વરસાદની પણ કોઈ શક્યતાઓ દેખઇ રહી નથી. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધવાની શક્યતા વ્યક્ત કરી છે.