અલનીનોની અસરના લીધે ગુજરાતીઓને ઠંડી માટે જોવી પડશે રાહ! ચોમાસું મોડું વિદાય લેશે, અંબાલાલ પટેલની પરસેવો વળી જાય એવી આગાહી…

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસાની વિદાયની અંતિમ ઘડીઓ ગણાઇ રહી છે. અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં શિયાળાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે અલીનોની અસરને કારણે ચોમાસું ખૂબ જ લાંબુ ચાલી શકે છે. તેવી જ રીતે શિયાળામાં પણ તેની અસર જોવા મળશે. જેને કારણે આ વર્ષે ગુજરાતીઓને ઠંડી માટે લાંબી રાહ જોવી પડી શકે છે. અંબાલાલ પટેલે શિયાળાને લઈને કરેલ આગાહી વિશે વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.

તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 15 ઓક્ટોબરે ઉત્તરીય ભાગમાં વરસાદ છે. જેને કારણે સવાર અને સાંજે થોડીક ઠંડીનો અહેસાસ થશે. જ્યારે બપોરે ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળશે. આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનો હૂંફાળો બેવડી ઋતુ ધરાવતો જોવા મળી શકે છે. આ વર્ષે લોકોને શિયાળાનો અહેસાસ મોડો થઈ શકે છે. 22 ડિસેમ્બરે ઉત્તરીય ભાગોમાં વરસાદ થતાં બાદમાં ઠંડક અનુભવાશે. એટલે કે ઠંડીની અસર થોડી મોડી શરૂ થશે.

અલીનોની અસરના કારણે સમગ્ર દેશમાં ઠંડક મોટી પ્રસરી શકે છે. ભેજવાળા વાતાવરણને કારણે બપોરે ગરમી અને સવાર સાંજ થોડીક ઠંડક અનુભવાશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 15 ઓક્ટોબરે મોસમી પવનો પાછા ફરશે. જેના કારણે ગોવા, રત્નાગીરી, દક્ષિણ ભાગોમાં તેમજ આસામ, આંધ્ર પ્રદેશ, ઓડિશાના માર્ગો તરફ વરસાદી માહોલ જોવા મળશે.

એકંદરે આ વર્ષે ઓક્ટોબર મહિનો હજુ ગરમી વાળો જોવા મળશે. ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં ધીમે ધીમે આકાશ સ્વચ્છ બની શકે છે. જેને કારણે આકરી ગરમી જોવા મળશે. વાદળછાયુ વાતાવરણ તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મુંબઈ મહારાષ્ટ્રમાં સિસ્ટમ બની તેના કારણે મુંબઈ અને દક્ષિણ ભારતમાં વરસાદ રહેશે અને ભેજવાળું વાતાવરણ રહેશે.

તો 7 ઓક્ટોબરે એક મજબૂત સિસ્ટમ આવશે. જેને કારણે રાજસ્થાનના ભાગોમાં વરસાદ રહેશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ રહી શકે છે. બંગાળ ઉપસાગરમાં 10 ઓક્ટોબરે મજબૂત સિસ્ટમ બનતા અને હવાના દબાણ ઊભા થવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. તો વરસાદ પણ થઈ શકે છે. 15 થી 20 ઓક્ટોમ્બર સુધીમાં ચોમાસુ વિદાય લેશે એવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *