અલનીનોની અસરથી ગુજરાતીઓ આ મહિનામાં વાવાઝોડાં માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે કરી પગ નીચેથી જમીન સરકી જાય એવી આગાહી…
ઓગસ્ટ મહિનાના લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાના શરૂઆતથી જ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના ઘણાં વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં મોટાભાગના શહેર અને ગામડાઓમાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. સૌથી વધુ દક્ષિણ ઉત્તર મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે હજુ પણ ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આ મહિનામાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. 20-22 સપ્ટેમ્બરે પણ બીજું એક લો-પ્રેશર બનશે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેશે. તેટલું જ નહીં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા આપી છે. 20 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી પગ નીચેથી જમીન સરકી જાય એવી આગાહી કરી છે કે, ‘નવેમ્બર મહિનામાં ગુજરાતમાં એક ઘાતક ચક્રવાતની અસર થઈ શકે છે.’ આ વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવી શકે છે, આ ઉપરાંત આ મહિનામાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે અલનીનોની અસરના કારણે નવેમ્બર મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે અને એક પછી એક તીવ્ર વાવાઝોડા સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે સમાચાર આ એક માઠા સમાચાર ગણી શકાય છે.