ગ્રહોના વિશિષ્ટ સંયોગથી સપ્ટેમ્બર મહિનાની આ તારીખે ચોમાસું કંઈક મોટી નવાજૂની કરશે, અંબાલાલ પટેલે કરી ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાનો સંપૂર્ણ રીતે કોરો ધાકડ જોવા મળ્યો છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય અને શનિના વિશિષ્ટ સંયોગથી ગુજરાતમાં આ તારીખે ચોમાસું કંઈક મોટી નવાજૂની કરશે, તેવા એંધાણ દર્શાવ્યા છે. અંબાલાલ પટેલની આ આગાહીથી ચારેકોર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલ ચોમાસુ નિષ્ક્રિય છે. પરંતુ જેમ જેમ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થશે તેમ તેમ કંઈક નવી ઘટનાઓ જોવા મળશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 4થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર એકાએક વધી શકે છે. પૂરબા નક્ષત્રમાં જન્માષ્ટમી ઉપર આ વર્ષે ચોમાસુ કંઈક મોટી નવાજૂની કરી શકે છે, તેવા એંધાણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર હાલ શાંત છે. પરંતુ જેમ જેમ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થશે તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમમો ત્રાટકવાની શક્યતા પણ અંબાલાલ પટેલે આપી છે. 4 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. આ વહનને કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં ભારે વધારો થઈ શકે છે. જેમાં ખાસ કરીને તાપી નદી, નર્મદા નદી અને સાબરમતી નદીના જળ સ્તરમાં મોટો વધારો થશે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થશે. જેને કારણે તોફાની ભારે વરસાદનું મોટું વહન ગુજરાત ઉપર આવી રહ્યું છે. જેને કારણે આખો બંગાળનો ઉપસાગર વલોવાતો હોય તેવી વિશિષ્ટ પરિસ્થિતિનું નિર્માણ થશે. જેથી સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં કંઈક મોટી નવાજૂની થશે.
આ ભારે વહનમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.