લાપસીના આંધણ મૂકી દેજો, ગુજરાતમાં આ વર્ષે આટલા દિવસ વહેલું આવશે ચોમાસુ, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી….

સામાન્ય રીતે દર વર્ષે 22 મી મે સુધીમાં આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થતું હોય છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે. પણ આંદામાનમાં ચોમાસુ બેસી ગયું છે. ત્યારે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

ગુજરાતમાં ગરમ પવનની આંધી ફુંકાઈ શકવાની વાતો સામે આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વખતે ઉનાળો કંઈક અલગ જ વાતાવરણ ઉભું કરશે. ક્યારેક તમને ચોમાસા જેવો અહેસાસ કરાવશે તો ક્યારેક આકાશમાંથી આગનો વરસાદ કરશે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો 17થી 20 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 22 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

અંબાલાલે પોતાની આગાહીમાં આગળ વાત કરી કે 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળતી હોય છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 7 દિવસ વહેલું આવશે, 15 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરુઆત થશે.

તો આ તરફ હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે આંદામાન નિકોબારમાં બેસી ગયું છે. જે આગળ વધીને 1 જૂનનાં રોજ તે કેરળનાં કાંઠે આવી પહોંચશે અને પછી દેશનાં અન્ય ભાગોમાં વિસ્તરશે. સામાન્ય રીતે આંદામાન નિકોબારમાં ચોમાસુ 22મી મે પછી શરૂ થતું હોય છે પણ આ વર્ષે તે 10 દિવસ વહેલું શરૂ થયું છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *