ઘરની બહાર ન નીકળતાં નહીં તો તણાઇ જશો, આ 15 જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ, 30 ઇંચ વરસાદની હવામાન વિભાગે કરી ભયાનક આગાહી…

આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે અંગે વાત કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે, “આજે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર કચ્છ સિવાય) તમામ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં અતિભારે વરસાદ થઈ શકે છે.” આ સાથે તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

27મી ઓગસ્ટના રોજ આણંદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે, આ સિવાયના ગુજરાત રિજનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે પણ સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

28મી ઓગસ્ટે પણ આણંદ માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાત રિજનના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ તારીખે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

29મી ઓગસ્ટે ગુજરાત રિજનના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. 30મી ઓગસ્ટે બનાસકાંઠા, અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે પણ ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

હવામાન વિભાગે ગુજરાતના વરસાદની વાત કરીને શનિવારે કહ્યું હતું કે, મધ્યપ્રદેશના ઉત્તર-પૂર્વ તથા ઉત્તરપ્રદેશના દક્ષિણ-પૂર્વમાં જે લો પ્રેશર બનેલું છે જે 26મી ઓગસ્ટે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને તે પછી 27મીએ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા ભાગો પ્રવેશ કરશે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે અને અતિ તીવ્ર વરસાદ થવાની સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *