અરબી સાગરમાં દેવાસુર સંગ્રામ અને ભયંકર ઘુઘવાટા થશે, અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી ભયાનક આગાહી…
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડું હાલ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાની એકદમ નજીક આવી પહોંચ્યું છે. આ વાવાઝોડું ગુજરાતમાં મોટી તબાહી મચાવશે તેને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત ઉપર બીપોર જોય વાવાઝોડાની અસરને કારણે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. તો આ સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 દિવસ ગુજરાતના આ શહેરો માટે વાવાઝોડું વિનાશકારી બની શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ વાવાઝોડું પ્રતિ કલાક 10 થી 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ આ વાવાઝોડુ પોરબંદર દરિયા કિનારાથી સમુદ્રમાં 180 જ દૂર રહ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. જેને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ઘાતકી વરસાદ પડી શકે છે.
ગુજરાતના ખેડૂતો હાલ ચોમાસાની રાહ જોઈને બેઠા છે તેવામાં વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર તોળાઇ રહ્યો છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હાલત ખૂબ જ ખરાબ રહી શકે છે તેને લઈને સૌ કોઈને ચેતવણી આપી છે. તારીખ 12 જૂનથી 15 જુનની વચ્ચે આ વાવાઝોડું ગુજરાત ઉપર તબાહી મચાવતું જોવા મળશે. અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં દેવા સુર સંગ્રામ જવું દ્રશ્ય જોવા મળી શકે છે અને ભયંકર ઘુઘવાટા પણ થઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છ, ભુજ, માંડવી, ઓખા, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, ભરૂચ, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, વડોદરા, રાજકોટ, પોરબંદર, આણંદ, જામનગર દ્વારકા, ગીર સોમનાથ આટલા જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ 250 ની ઝડપે તોફાની પવન અને ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડા દરમિયાન 15 થી 20 ઈંચ જેટલા વરસાદનું અનુમાન આંબાકાકાએ લગાવ્યું છે.