બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ વધ્યું આગળ, આ તારીખોમાં વરસાદ ભૂકકા કાઢશે, જાણો અંબાલાલ પટેલની તાજી આગાહી…
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે થોડીક આંશિક રાહત આપી છે. પરંતુ સૂર્યનો આશ્લેશા નક્ષત્રની પ્રવેશ થતાંની સાથે જ બંગાળની ખાડીમાં ભારે ડિપ્રેશન સક્રિય થયું છે. આ સિસ્ટમના માર્ગને લઈને હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે તેને લઈને મોટી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમ આગળ વધી રહી છે. આ સિસ્ટમ ઓરિસ્સા અને મધ્યપ્રદેશના ભાગોમાંથી પસાર થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. સિસ્ટમને કારણે ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા અને તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ નદીઓ બે કાંઠે વહી શકે છે. સાથે સાબરમતી નદી પણ પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વરસાદનું વહન આશ્લેશા નક્ષત્રમાં આવતું હોવાથી ખેડૂતોના પાકને મોટી માત્રામાં નુકસાન થઈ શકે છે. આશ્લેશા નક્ષત્રમાં પડતો વરસાદ બિનજરૂરી છોડને વધવામાં મદદ કરતો હોય છે. જેને કારણે નિંદામણ વધી શકે છે. સાથે ખેડૂતોને પાક નુકસાનીનો પણ ભય રહેતો હોય છે. ત્યારે અંબાલાલ કાકાએ આ નક્ષત્રમાં જ આગાહી વ્યક્ત કરીને ખેડૂતોના ચિંતામાં મૂક્યા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8 અને 14 તારીખમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. સાથે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે આહવા, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલ જો.