અરબ સાગરમાં ઘાતક સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ ભાગોને કરશે અસર? કંઈક મોટી નવાજૂની થશે, અંબાલાલની રુંવાડા બેઠા કરે એવી આગાહી…
એક બાજુ ચોમાસુ ગુજરાતમાંથી વિદાયની તૈયારી કરી રહ્યું છે. દેશમાં સૌપ્રથમ રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. હવે ધીમે ધીમે સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લેશે તો બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમો ચિંતા વધારી રહી છે. આ સિસ્ટમ ફક્ત ગુજરાતને જ અસર કરશે એવું નહીં પરંતુ સમગ્ર દેશના દરિયા કાંઠામા તેની અસર જોવા મળશે.
આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 30 સપ્ટેમ્બરથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમો સક્રિય થવાની આગાહી આપવામાં આવી છે. વેધર ફોરકાસ્ટ મોડલ અનુસાર અરબી સમુદ્રમાં આગામી 72 કલાકમાં એક ઘાતક ચક્રવાતી સાયક્લોનિક સિસ્ટમ બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સિસ્ટમ અંબાલાલ પટેલે કરેલ અગાઉ આગાહી મુજબ જ છે.
આ સિસ્ટમના કારણે હવે રાજ્ય સહિત સમગ્ર દેશની ચિંતા વધારી રહી છે. અરબી સમુદ્રમાં કોઈ પણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય તેની સીધી અસર ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોમાં થતી હોય છે. આ સિસ્ટમ પણ ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં અસર કરશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે હાલ ગોવાના દરિયાકાંઠાના વિસ્તારની આસપાસ એક ઘાતક સિસ્ટમ બની રહી છે જે ધીમે ધીમે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમની અસર છેક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી થઈ શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમ કરતા આ સિસ્ટમ ખૂબ જ ઘાતક દેખાઈ રહી છે. આ સિસ્ટમ એટલી બધી મજબૂત છે કે તેની અસર ગુજરાતમાં સુરત, વાપી, નવસારી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વર્તાઈ શકે છે.
અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ બાદ 7 ઓક્ટોબર પછી સતત ખૂંખાર વાવાઝોડા ગુજરાત ઉપર આવશે. જે ઓક્ટોબર મહિનાના મધ્યમાં અને નવરાત્રી ઉપર ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની કરી શકે છે. આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશના હવામાનમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. જેને કારણે આકાશી આફત અને કુદરતી આપત્તિનું પ્રમાણ વધી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.