રાજ્યમાં નોરતા પહેલા આ તારીખે ટકરાશે વાવાઝોડું, 2018ની યાદ અપાવશે, કુદરતી હોનારતની અંબાલાલ પટેલે કરી આંખો ફાડે એવી આગાહી…
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. દેશના ઉપરી ભાગમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ છે. પરંતુ હજુ ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે નહીં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી સાઇક્લોનીક સિસ્ટમ સક્રિય થતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રી પહેલા ગુજરાતમાં આ તારીખે વાવાઝોડુ ત્રાટકવાની આંખો ફાડી નાખે તેવી આગાહી વ્યક્ત કરી છે. તેમણે આ વાવાઝોડા માટે કહ્યું છે કે આ આફત 2018ની યાદ અપાવશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તીવ્ર રીતે સક્રિય થતા ગુજરાતમાંથી ચોમાસાની વિદાયમાં હજુ વિલંબ પડી શકે છે. ગુજરાતમાં સૌ કોઈનો લોકપ્રિય તહેવાર નવરાત્રીને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓ પૂરજોશમાં નવરાત્રીની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ સૌ કોઈના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડશે? તેને લઈને અંબાલાલ પટેલે મોટો ખુલાસો કર્યો છે.
મોટા અગાહિકાર અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાની 7 તારીખ પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં તોફાની વાવાઝોડા બનવાની આગાહી વ્યક્ત કરી છે. આ સિસ્ટમમાં 12થી 15 ઓક્ટોબર દરમ્યાન ઘાતક વાવાઝોડામાં પરિણમી શકે છે. 15 ઓક્ટોબરથી ગુજરાતમાં નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે પરંતુ અંબાલાલ પટેલે નવરાત્રી નું પ્રથમ નોરતું જ ઘાતક રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
આ વર્ષે નવરાત્રી બગડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન આ વર્ષે ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. સાત ઓક્ટોબરથી જ રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટાછવાયા થી ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. 18 19 અને 20 ઓક્ટોબરમાં વાવાઝોડાની ગતિવિધિ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થવાને કારણે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે હજુ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે નહીં. તેવું અનુમાન હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાત માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ ભારે રહી શકે છે આ મહિનાના મધ્યમાં કંઈક મોટી નવાજૂની થવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી સાચી માહિતી બધા સુધી પહોંચી શકે.