ફરી આવી રહ્યું છે વાવાઝોડું, બંગાળની ખાડીમાં નવી સાયકલોનિક સિસ્ટમ સક્રિય, જાણો ગુજરાતમાં શું થશે અસર…
વર્ષ 2023ની શરૂઆતમાં જ બીપોર જોય નામના વાવાઝોડાએ ગુજરાતના ઘણા ભાગોમાં તબાહી મચાવી હતી. અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ વાવાઝોડાએ કચ્છ સહિત રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદથી વેર વિખેર કર્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી. પરંતુ ફરી એકવાર બંગાળની ખાડીમાં મોટી હલચલ જોવા મળી છે.
સ્કાયમેટના અનુમાન અનુસાર બંગાળની ખાડીમાં એક વાવાઝોડા જેવી મોટી સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેને કારણે આગામી દિવસોમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ખતરાની ઘંટી વાગી રહી છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના લોકો અને ખેડૂતો હવે વરસાદથી વરાપ માગી રહ્યા છે. ત્યારે એક મોટી સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે.
બંગાળની ખાડીમાં 2 ઓગસ્ટએ એક તીવ્ર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જે બીફોર જોય વાવાઝોડા જેટલી ખતરનાક છે. આ સિસ્ટમ સંપૂર્ણ ભારત સહિત ગુજરાતના ઘણા ભાગોમાં તબાહીના સંકેતો આપી રહી છે. સક્રિય થતી આ સિસ્ટમ ગુજરાતને કઈ રીતે નુકસાન કરશે. તેને લઈને સ્કાયમેટ દ્વારા મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેના વિશે અમે તમને આ લેખમાં વિગતવાર માહિતી આપીશું, આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
સ્કાયમેટના મેપનું એનાલિસિસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે સક્રિય થતી આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. આગામી દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. ભારે પવન સાથે આગામી દિવસોમાં બંગાળની ખાડી માંથી એક મોટું તોફાન ગુજરાત તરફ આવી રહ્યું છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશરના કારણે ગુજરાતમાં 2 થી 4 ઓગસ્ટની વચ્ચે ભારેથી અતિ ભારે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.