વાવાઝોડાએ ચોથી વાર બદલી દિશા, હવે સીધુ ગુજરાતના આ વિસ્તારમાં ટકરાશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બીફોર જોય વાવાઝોડું હાલ ગુજરાતની એકદમ નજીક આવી પહોંચ્યું છે. હવામાન વિભાગ અને તંત્ર દ્વારા સતત આ વાવાઝોડાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આઇકોન મોડલનું એનાલિસિસ કર્યા બાદ હવામાન વિભાગ દ્વારા આ ભયાનક વાવાઝોડું ચોક્કસ 100 ટકા ગુજરાતમાં જ ટકરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બિપોર જોય વાવાઝોડું છેલ્લા 50 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું સાબિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને લઈને હાલ સૌરાષ્ટ્ર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયાનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ રેડ એલર્ટ લગાવવામાં આવ્યું છે. ગઈકાલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું.
બિપોર જોય વાવાઝોડાને લઈને હાલ એક સૌથી મોટા અને ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હવે વાવાઝોડાની દિશાને લઈને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વાવાઝોડું 100% ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 15 જૂનનો દિવસ ગુજરાત માટે અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ રહી શકે છે.
આઇકોનિક મોડલ અનુસાર 15 જૂને સાંજે બીપોર જોય વાવાઝોડું કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે. હાલ વાવાઝોડાની દિશામાં મોટો ફેર બદલ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું દરિયામાં સેવિયર સાયકલોનીક સિસ્ટમમાં પરિવર્તિત થયો છે. જેને કારણે તે અત્યાર સુધીનું સૌથી ઘાતક અને ભયાનક વાવાઝોડું બન્યું છે.
કચ્છના માંડવીની સાથે સાથે આ વાવાઝોડું 14 જૂન થી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ પસાર થશે. આ વાવાઝોડું અહીંયા શાંત થશે નહીં પરંતુ તે આગળ જઈને કચ્છના માંડવમાં 220 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની પૂર ઝડપે 15 જૂને સાંજે 5 વાગે અથડાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત કચ્છના તમામ વિસ્તારોમાં તોફાની પવન સાથે ઘાતકી વરસાદને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે.