ચોમાસાં માટે વિલન બન્યું વાવાઝોડું, ગુજરાતમાં હવે આ તારીખે શરૂ થશે ચોમાસુ, અંબાલાલ પટેલે કરી નવી નકોર આગાહી…
ગુજરાતના ખેડૂતો ચોમાસાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. પરંતુ તેમના માટે એક ખૂબ જ ખરાબ અને માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી નવી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસુ ગુજરાતમાં આટલા દિવસ મોડું આવી શકે છે.
હાલ ચોમાસુ કેરલ પહોંચ્યું છે પરંતુ ત્યાંથી વાવાઝોડાની અસરને કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં લક્ષદ્વીપની નજીક સોમવારે એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. જે મંગળવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેને કારણે એક ઘાતક વાવાઝોડાનું સર્જન થયું છે. આ વાવાઝોડાની અસરને કારણે કેરળમાં ચોમાસાની વિધિગત રીતે એન્ટ્રી મોડી થઈ છે.
કેરળમાં ચોમાસાની શરૂઆત મોડી થતાની સાથે જ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતના ખેડૂતની ચિંતાનું કારણ કારણ એવું છે કે કેરલમાં ચોમાસાની શરૂઆત થયા બાદ 15 થી 20 દિવસે ચોમાસું ગુજરાતમાં આવતું હોય છે. કેરલમાં જ ચોમાસાની શરૂઆત મોડી થશે તો ગુજરાતમાં પણ વિલંબ થશે. પ્રથમ દક્ષિણ ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેરલ તરફ જે વાદળો બંધાયા હતા. તે હવે અરબી સમુદ્રમાં ખેંચાઈ રહ્યા છે. જેને કારણે કેરલના આકાશમાંથી વાદળો ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે. જેથી કેરળમાં ચોમાસું મોડું બેઠું છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે કેરળમાં ચોમાસુ 8 જુને શરૂ થયું છે.
કેરલમાં ચોમાસુ આ વર્ષે દર વર્ષની સાપેક્ષમાં 10 દિવસ મોડું બેસી રહ્યું છે. જેને કારણે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ મોડું પહોંચી શકે છે. વાવાઝોડાની અસર પૂર્ણ થયા બાદ ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વિધિવત ચોમાસુ 22-23-34 જૂન થી 8 જુલાઈમાં આવી શકે છે.