બિપોરજોય વાવાઝોડું ગુજરાતના આ ભગોમાં મચાવશે તબાહી! અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, ખેડૂતો ખાસ વાંચે…
ગુજરાત પાસે દરિયાકાંઠાનો વિસ્તાર વધારે હોવાને કારણે દર વર્ષે વાવાઝોડાનો ખતરો મંડરાતો હોય છે. આ વર્ષે પણ અરબી સમુદ્રમાં બીપોર જોય નામનું એક ઘાતક વાવાઝોડું સક્રિય થવા જઈ રહ્યું છે. આ વાવાઝોડાના માર્ગ અને તેની તીવ્રતાને લઈને હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા એક મોટી ઘાતક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય છે.
ગુજરાતના ખેડૂતો હાલ વાવણીની પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે. આવા સમયે જો વાવાઝોડું આવે તો તમામ મહેનત પાણીમાં જતી હોય છે. પરંતુ આ કુદરતી આફતને કોણ ટાળી શકે, અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને સાવચેત કર્યા છે. ગુજરાત ઉપર મંડરાઇ રહેલ આ ઘાતક વાવાઝોડા વિશે અંબાલાલ પટેલે મહત્વના સમાચાર આપ્યા છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રમા 6 તારીખથી એક તીવ્ર સાયકલોનીક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેની અસર આવતીકાલથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે. આ સાયકલોનિક સિસ્ટમની અસરને કારણે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે. આ સાઇક્લોનિક સિસ્ટમ 10 જૂને ગુજરાતના દરિયાકાંઠાની એકદમ નજીક આવશે. જો તેની દિશા નહીં બદલાય તો તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અથડાઈ શકે છે.
બે વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં આવેલ તોક્તે વાવાઝોડા જેવી જ તીવ્રતા ધરાવતું આ વાવાઝોડું હાલ ગુજરાત ઉપર ખતરો બનીને આવ્યું છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જો આ વાવાઝોડાની દિશા ગુજરાત નજીક આવીને બદલાશે તો તે 12 જૂન આજુબાજુ પાકિસ્તાનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. કાલથી ચક્રવાતની ભારે અસર હોવાને કારણે આગામી દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે લાલ રંગનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે વાવાઝોડાના માર્ગને લઈને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવાઝોડું ફંટાઈ શકે છે જેને કારણે આ વિસ્તારોમાં આવતા ભાગો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, ઉના, વલસાડ, સુરત, નવસારી સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની સાથે સાથે તોફાની વરસાદ પણ પડી શકે છે.