ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની તોફાની અસર થશે શરૂ, આ ભાગોમાં ભારે પવન અને વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને લઇને ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 5 જૂનથી ગુજરાત ઉપર ચક્રવાતની અસર શરૂ થશે. અને આ અસર 7 જૂન સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અસર દરમિયાન રાજ્યમાં તોફાની પવનની સાથે વાવાઝોડા અને વરસાદને લઈને મોટી આગાહી પણ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ પૂર્વ અરબિયન સમુદ્રમાં પાંચ જૂન સોમવારથી એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આ સાયક્લોનિક સિસ્ટમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 48 કલાકમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. જેના પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અંગે માહિતી આપતી ખાનગી સંસ્થાએ અરેબિયન સાગરમાં 5 જૂનથી સક્રિય થવા જઈ રહેલ સાયકલોનીક સિસ્ટમને લઈને મોટી માહિતી આપી છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આ ચક્રવાતની તીવ્રતા કેટલી હશે તેને લઈને હાલ કોઈ સચોટ જાણકારી આપવી મુશ્કેલ લાગી રહી છે. હાલ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે
અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે જેના પગલે રાજ્યમાં થોડું તાપમાન નીચું ગયું છે પરંતુ બફારાનો અહેસાસ વધી રહ્યો છે. વધુ બફારને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. અરબી સમુદ્રમાં સક્રિય થતા આ સાયક્લોનિક સિસ્ટમને કારણે હજુ આગામી પાંચ દિવસ દરમિયાન બપોરે બફારો જોવા મળશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
9 જુને આ ચક્રવાત વધારે પડતી તોફાની ગતિ પકડી શકે છે. જેને કારણે 140 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ અસર કરતા જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, ભાવનગરમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે આગામી દિવસોમાં બનાસકાંઠા. સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જામનગર, દ્વારકા, આણંદ, ડાંગ અને તાપીમાં 40થી 100 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.