બીપોરજોય વાવાઝોડાથી ગુજરાતના આ 7 જિલ્લાઓમાં થશે સૌથી વધારે વીનાશ, હવામાન વિભાગે આપી ચેતવણી, જાણો તમારો જિલ્લા તો નથી ને…
અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડાનો ખતરો હવે ગુજરાત ઉપર વધતો જાય છે. બીપોર જોય વાવાઝોડું એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ છે. એટલે કે વાવાઝોડું હવે ખૂબ જ ભયાનક અને ડરામણું રહી શકે છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા આ 7 જિલ્લાઓમાં તેની સૌથી વધારે ઘાતક અસર થઈ શકે છે તેને લઈને મોટી ચેતવણી આપી છે.
ભયાનક વાવાઝોડાની હાલની સ્થિતિ વિશે થોડીક વાત કરીએ તો બીપોર જોય વાવાઝોડું હાલ ગુજરાતના દરિયાકાંઠાની વધુ નજીક પહોંચી ચૂક્યું છે. હાલ આ વાવાઝોડું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેને કારણે હાલ તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં 150 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે જેને લઈને મોટી ચેતવણી આપી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસરને લીધે ભારે નુકસાની થઈ શકે છે તો આ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ દરિયાકાંઠાના વિસ્તારો પર એલર્ટ આપવામાં આવ્યું છે અને દરિયા કાંઠા પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીપોર જોય વાવાઝોડાની ઘાતક અસર ગુજરાત ઉપર હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. સાથે દરિયાકાંઠે ભયાનક સિગ્નલો પણ લગાવવામાં આવ્યા છે. 15 જૂને આ વાવાઝોડું કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. વાવાઝોડાને લીધે કચ્છમાં NDRFની 2, જામનગર, દ્વારકામાં 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. મોરબી, રાજકોટ, દીવમાં NDRFની 1 – 1 ટીમ તૈનાત કરી છે. તથા વડોદરામાં વધારાની 3 ટીમ રિઝર્વ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ જામનગર, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો દેખાઈ રહ્યો છે તેને લઈને ચેતવણી આપી છે. આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે અમદાવાદ, વડોદરા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પણ ખાબકી શકે છે.