ગુજરાતના આ ભાગોમાંથી ચેમાસાએ લીધી વિદાય, આ તારીખ સુધીમાં સમગ્ર રાજ્યમાંથી મેઘરાજા લેશે વિદાય, અશોક પટેલની મોટી આગાહી…


હાલ ચોમાસુ રેખા પોરબંદર-વડોદરા-ઈન્દોર-પીલીભીત-ધર્મશાળા તથા ગુલમર્ગથી પસાર થાય છે. બે-ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શકય છે. ચોમાસુ પાછુ ખેંચાવા માટેના સાનુકુળ પરિબળો છે. રાજયમાં મહતમ તાપમાન પણ નોર્મલ કરતા બે ડીગ્રી ઉંચુ રહ્યું છે. રાજકોટમાં 37 ડીગ્રીનું તાપમાન નોર્મલ કરતા બે ડીગ્રી ઉંચુ હતું તેવીજ રીતે અમદાવાદનું 36.4 ડીગ્રી તાપમાન પણ બે ડીગ્રી વધુ હતું.

તેઓએ તા.3થી9 ઓકટોબર સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે, રાજયના મોટાભાગના વિસ્તારોમાં આ સમયગાળા દરમ્યાન વાતાવરણ સુકુ જ રહેવાની સંભાવના છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં કયાંક-કયારેક છુટાછવાયા ઝાપટા પડવાની સંભાવના છે. આગાહીના સમયગાળામાં પવન પશ્ચિમના રહેવાની સંભાવના છે અને તાપમાન નોર્મલ કે તેથી ઉંચુ રહેશે. પશ્ચિમી પવનને કારણે ત્રણેક દિવસ કેટલાંક ભાગોમાં ઝાકળવર્ષા થવાની શકયતા છે.

નૈઋત્ય ચોમાસુ રાજયમાંથી તબકકાવાર વિદાય લેવા લાગ્યુ હોય તેમ આજે રાજકોટ સહિત ઉતર સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉતર ગુજરાતમાંથી પાછુ ખેંચાયુ છે. બે-ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી વિદાય લેવાશે. હવે 9મી સુધી તાપમાન નોર્મલથી ઉંચુ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, નૈઋત્ય ચોમાસાએ આજે કચ્છ, ઉતર ગુજરાત, ઉતર સૌરાષ્ટ્રના ભાગોમાંથી વિદાય લઈ લીધી છે. ઉતર સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ જેવા ભાગો આવી જાય છે. આ સિવાય રાજસ્થાનના બાકીના ભાગોમાંથી પાછુ ખેંચાયુ છે તેમજ પશ્ચિમ મહારાષ્ટ્ર, પશ્ચિમ ઉતરપ્રદેશ તથા ઉતરાખંડના વધુ કેટલાક ભાગોમાંથી પાછુ ખેંચાયું છે.

દેશના કેટલાંક ભાગોમાં ચોમાસાનો વરસાદ નોર્મલ કરતા ઓછો થયો હોવા છતાં ગુજરાતમાં 104 ટકાથી વધુ થઈ ગયો છે. જો કે, કેટલાક જીલ્લામાં સરેરાશ કરતા ઓછુ જ પાણી વરસ્યુ હોવાનું ઉલ્લેખનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *