સાવધાન! વાંચ્યા વગર જતાં નહીં, આજે અમદાવાદ સહિત આ 17 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની ચેતવણી…
સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. આજે પહેલી સવારથી જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. તો કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત આ 17 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાંથી આવી રહેલ વહેલ વેલમાર્ક સિસ્ટમને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજથી આ સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે 17 તારીખે દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ ગુજરાત બોર્ડર ઉપર સક્રિય છે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો બાકીના જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની માહિતી મુજબ છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
આ સાથે સોમવારે 18 તારીખે પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. અમરેલી, ખેડા, ભાવનગર, અરવલ્લી, આણંદમાં પણ સોમવારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.