બોર્ડ મારી દેજો, આ તારીખે એકસાથે બે વાવાઝોડાં સર્જાશે, ગુજરાતને કેટલો ખતરો? પરેશ ગોસ્વામીએ કરી જીવ તાળવે ચોંટે એવી આગાહી…
અસ્થિરતા પસાર થઇ ગયા બાદ પણ હવે રાજ્યવાસીઓ માટે ચિંતાજનક આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં એક સાથે વાવાઝોડું સર્જાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે સાથે ગુજરાતમાં 25 થી 30 મે દરમિયાન પ્રિ મોન્સુન એક્ટિંવીટીનો વરસાદની પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 18થી 22 મે દરમિયાન રાજ્યમાં ગરમીના આકરા રાઉન્ડની પણ આગાહી કરી છે. આ દરમિયાન પારો 45 ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ અનુમાન છે, ગરમી ઉકળાટ નું પ્રમાણ વધશે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે મે મહિનાની 22 થી 30 મે દરમિયાન અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે શકે છે બંગાળની ખાડીમાં બનતાં વાવાઝોડા ગુજરાત ને સીધા અસર કરતાં નથી. પરંતુ અરબી સમુદ્રમાં સક્રિય થતું વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેવું વેધર ફોરકાસ્ટ મોડલ ઉપરથી ચોખ્ખું જોવા મળી રહ્યું છે. મે મહિનાના અંતિમ દિવસો ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું 2021 માં આવેલ વાવાઝોડાની યાદ અપાવશે તેવું ચોખા શબ્દોમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટીની શરૂઆત થઈ ગઈ છે. સાથે બીજો રાઉન્ડ 25 થી 30 મે દરમિયાન વરસાદની સંભાવના છે. જેમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ સંભાવના છે.
2025 નું ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે, 19 અને 20 મે દરમિયાન આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ સુધી પહોંચી જશે. ત્યાર બાદ કેરળમાં 3-4 દિવસ વહેલું આવવાની શક્યતા છે, સાથે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી હતી.