શ્રીલંકાથી આવશે મોટી આકાશી આફત, 1000% આ ભાગોમાં થશે મહા જળપ્રલય, અંબાલાલ પટેલે તારીખ સ્થળ સાથે કરી ભારે વરસાદની આગાહી…

અંબાલાલ પટેલે કહ્યું કે, 21થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. 21 થી 26 ઓગસ્ટમાં સારો વરસાદ આવી શકે છે. 

ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 21થી 26 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે.

21થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 24 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું કે, શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા, જેથી આવા પાંદડાઓનું નાશ કરવો હિતાવહ છે. જો ખેડૂતોએ જંતુનાશક વાપરવું ન હોય તો ટ્રાઈકોકાર્ડ ભરાવવા સારા. 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે.

ગુજરાતમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં 21 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. નવો રાઉન્ડ રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે. જરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો નથી. કેટલીક જગ્યાએ જરૂર છૂટોછવાયો વરસાદ જરૂર પડ્યો છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ રહેશે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *