મોટા સમાચાર, બંગાળની ગાડીમાં સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે તાત્કાલિક કરી મોટી આગાહી, આ તારીખથી વરસાદ બોલાવશે ભુક્કા…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદે વિરામ જાહેર કર્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો અને સામાન્ય ઝાપટા સિવાય ભારે વરસાદ જોવા મળી રહ્યો નથી. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો અને લોકો ગુજરાતમાં વરસાદની ફરી રાહ જોઈ રહ્યા છે. ત્યારે મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા એક નહીં પરંતુ એક સાથે ચાર સમુદ્રી તોફાનો ગુજરાત ઉપર ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે. અને આ તારીખથી ફરી ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થશે એવા એંધાણ આપ્યા છે.
ગુજરાતમાંથી છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ગાયબ થયો છે. જુલાઈ મહિનામાં આ વર્ષે ધમધોકાર વરસાદ પડ્યો છે. પરંતુ હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં અલીનોની અસરને કારણે ચોમાસું ગાયબ થયું છે. પરંતુ અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડું, પુર, તોફાની વરસાદ, અતિવૃષ્ટિને લઈને આ ચાર મોટી કુદરતી આફતો ગુજરાત ઉપર ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે.
આશ્લેશા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોરથી પડ્યું છે. પરંતુ મઘા નક્ષત્રની શરૂઆતથી જ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી એક સાથે એક પછી એક સિસ્ટમો ગુજરાત ઉપર સક્રિય થશે. જેને કારણે ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ભારે વરસાદને કારણે ગુજરાતના જળાશયો સંપૂર્ણપણે ભરાઈ જવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. સાથે ગુજરાતની નદીઓ બે કાંઠે થશે. કેટલાક વિસ્તારોમાં પૂર અને જળંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થશે.
હવામાન એક્સપર્ટના મત અનુસાર ચોમાસામાં પેસિફિક મહાસાગર માંથી આવતા પવનો ગુજરાતમાં વરસાદ લાવતા હોય છે. પરંતુ હાલ હિંદ મહાસાગરમાં મોટા ચક્રવતો સક્રિય થવાના કારણે પેસિફિક મહાસાગરમાંથી પવન એક અઠવાડિયાથી આવતા બંધ થયા છે. ચાર મોટા સમુદ્રી તોફાનો સક્રિય થયા છે. આ કારણોસર ગુજરાતનો તમામ ભેજ ખેંચાઈ ગયો છે. દેશના ઘણા બધા ભાગોમાં વરસાદે વિરામ આપ્યો છે.
અંબાલાલ પટેલે 17 થી 21 ઓગસ્ટની વચ્ચે ગુજરાતનો ફરી એકવાર મેઘરાજા તબાહી મચાવશે તેવા સંકેતો આપ્યા છે. બકા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં જળંબાકાર, પુર અને વાવાઝોડાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે પવનથી ઊંચા મોજા પણ ઉછળી શકે છે. એટલે લોકોએ દરિયાકિનારે સાવચેતી રાખવી જરૂરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.