વાવાઝોડા બાદ હવે વરસાદ બોલાવશે ભુક્કા, રાજ્યના આ વિસ્તારોમાં 10 થી 12 ઇંચ વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી…
અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડું ગઈકાલે એટલે કે 15 જૂનના રોજ સાંજે કચ્છના દરિયા કિનારે ટકરાયું હતું. જેને કારણે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે તારાજી સર્જાઇ છે. વાવાઝોડા બાદ હવે વરસાદ પણ ભુક્કા બોલાવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને લઈને રાજ્યના આ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા બીપોર જોય વાવાઝોડાને પગલે રાજ્યમાં ભારે વરસાદને લઈને તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વાવાઝોડા બાદ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટ મનોરમાં મોહાંતીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન આગામી ત્રણ દિવસ કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોરબી, જામનગર અને દ્વારકામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણામાં આગામી ત્રણ દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે રાજકોટ, પોરબંદર અને સાબરકાંઠામાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 75 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હજુ વાવાઝોડાની અસર રાજ્યમાં ત્રણ દિવસ સુધી દેખાશે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. રાજ્યમાં આગામી 3 કલાક હજુ પણ ભારે રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે. કચ્છ જામનગર અને દ્વારકામાં 10 થી 12 ઇંચ અતિ ભારે વરસાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટમાં મધ્યમથી ભારે વરસાદ, અમદાવાદ ગાંધીનગર, વડોદરા, સુરત, વલસાડ, મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.