હજુ ભાદરવો ભૂક્કા બોલાવશે, આગામી 72 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પરેશ ગોસ્વામીએ કરી ધબકારા વધારે એવી આગાહી…
સમગ્ર ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદના પડી રહ્યો છે. આગામી 72 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ગુજરાતના આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી ધબકારા વધારે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમ વેલમાર્ક કેટેગરીમાં રૂપાંતરિત થઈ છે. આ સિસ્ટમ હાલ ગુજરાતના પશ્ચિમ ભાગ તરફ તબાહી મચાવી રહી છે. આ સિસ્ટમ ના લીધે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેવી શક્યતા પરેશભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની રાહ જોઈ રહેલા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પરેશભાઈ ગોસ્વામી દ્વારા રાહતની આગાહી આપવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં આગાહી આફત રૂપ બની શકે છે. આ સિસ્ટમની તીવ્રતા એટલી બધી વધારે છે કે અમુક વિસ્તારોમાં પુર અને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 24 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ ખાબકવાની શક્યતા પરેશભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ નવસારી, સુરત, વલસાડ, ડાંગ, બારડોલી, બીલીમોરા, આહવા, તાપી, નર્મદા, અંકલેશ્વર, મહીસાગર, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, પાટણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સોમનાથ, બોટાદ, દેવ ભૂમિ દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં આગાહી સમય દરમિયાન અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીએ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે તેમણે કહ્યું છે કે આ સિસ્ટમથી સંપૂર્ણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. કચ્છ અને સાબરકાંઠાના વિસ્તારોમાં આ વરસાદનો છેલ્લો રાઉન્ડ રહેશે. ત્યારબાદ કચ્છ અને સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. તો ગુજરાતના બીજા કેટલાક વિસ્તારોમાં પણ આ વરસાદનો છેલ્લો રાઉન્ડ રહેશે તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ ખેડૂતો સુધી માહિતી પહોંચી શકે.