ભાદરવો પડશે ભારે, લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં આ તારીખથી વરસાદ મચાવશે તબાહી, પરેશ ગોસ્વામીની ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…

ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક હાશકારો અનુભવાય તેવી આગાહી સામે આવી છે, હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ભાદરવા મહિનામાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આ તારીખથી વરસાદ તબાહી મચાવી શકે છે. તેમણે કરેલ આગાહી વિષે વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.

ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ભારે વરસાદ પડ્યો હતો, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સંપૂર્ણ રીતે ઘટી ગયું છે. ગરમી અને બફારાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક ફેરફારો જોવા મળ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટાંઓ પડી રહ્યા રહ્યા છે.

પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવે છે બંગાળની ખાડીમાં હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે, તે ડિપ્રેશનમાં ફેરવાય છે અને આ સિસ્ટમ ઓરિસ્સા મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાંથી થઈને ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 16 થી 17 સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમ ત્રાટકવાની શક્યતા છે.

16 સપ્ટેમ્બર પછી ગુજરાતનું વાતાવરણ અચાનક બદલાઈ જશે. વાદળછાયુ વાતાવરણ અને વાતાવરણમાં ઠંડક સાથે ભેજનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા પરેશભાઈ દ્વારા આપવામાં આવી છે, તો 16 સપ્ટેમ્બરથી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, આહવા, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે થી અતિભારે તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે ભારે વરસાદની શક્યતા છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *