ઢોલ-નગારાં વગાડી જાહેર કરી દો, ગુજરાતના આ વિસ્તારોમાં અંધારામાં આભ ફાટશે, પરેશ ગોસ્વામીની પેન્ટ ભીનું કરે એવી આગાહી…
ગુજરાતમાં છેલ્લા ઘણા બધા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ સમગ્ર ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 40 થી 45% વરસાદ વરસી ચુક્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે આભ ફાટે તેવા ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમની આગાહી વિશે વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ અઠવાડિયામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે ? કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. આજના હવામાન વિશે વાત કરીએ તો અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દમણ, દાદરા નગર હવેલી દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર 26થી 30 જુલાઇમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ભરૂચ, નવસારી, સુરત, વલસાડ જેટલા દક્ષિણ ભાગો અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 26 જુલાઈએ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે, 27 જુલાઈએ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, સુરત, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, દાદરા નગર હવેલી, વલસાડ, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારેથી અતિભારે આંભ ફાટે એવો વરસાદ પડી શકે છે.
28 જુલાઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. જેમાં ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી દ્વારકા, પોરબંદર, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 29 સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર, મધ્ય ગુજરાતમાં આભ ફાટે તેવો વરસાદ પડશે.