અલનીનોની અસરથી ગુજરાતીઓ આ તારીખે ખલબલાવી નાખે એવા વાવાઝોડા માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે કરી પેટી પેક આગાહી, સ્ટીલના પતરામાં લખી લેજો…
ગુજરાતમાં હાલ ચોમાસાની અંતિમ ઘડીઓ ચાલી રહી છે. દેશમાંથી હવે ચોમાસએ ધીમે ધીમે વિદાયની શરૂઆત કરી છે. રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાંથી ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. ત્યારબાદ હવે ગુજરાતમાંથી પણ ચોમાસુ વિદાય લેવાનું છે આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં અલનીનોની અસરને કારણે આ તારીખે વાવાઝોડું સક્રિય થવાની નવી પેટી પેક આગાહી વ્યક્ત કરી છે. આ આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો મહોલ જોવા મળી રહ્યો છે.
ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ ભારે રહી શકે છે. કારણ કે બંગાળ-અરબ સાગરમાં એક સાથે બે ચક્રવાતો સક્રિય થશે જેને કારણે તેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળી શકે છે. આ વર્ષે અલનીનોની અસરને કારણે ગુજરાતમાં ચોમાસાએ ઘણી ઉથલપાથલ કરી છે.
અંબાલાલ પટેલે સમુદ્રમાં ડિસેમ્બર મહિના સુધી ચક્રવાતો સક્રિય થશે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ ગુજરાતમાં 7 ઓક્ટોબર પછી ખૂંખાર વાવાઝોડાઓ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નાના પાયે સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ઓક્ટોબર મહિનાના શરૂઆતથી જ પવનનું જોર ગુજરાતમાં વધી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.
10થી 14 ઓક્ટોબર દરમ્યાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં ત્રણ ઓક્ટોબર આસપાસ એક સિસ્ટમ થશે. જે 7 થી 10 ઓક્ટોબર સુધીમાં મોટી હલચલમાં રૂપાંતરિત થશે. આ સિસ્ટમના કારણે પૂર્વ ભાગમાં વરસાદ અને તોફાની પવનનું અનુમાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ 7 ઓક્ટોબર પછી બંને સમુદ્રમાં એક પછી એક ખૂંખાર વાવાઝોડા આવવાનું અંબાલાલ પટેલ દ્વારા મોટું ભયાનક અનુમાન લગાવવામાં આવ્યું છે.
7 ઓક્ટોબર પછી અરબી સમુદ્રમાં સક્રિય થતા ખૂંખાર વાવાઝોડા ગુજરાત ઉપર ત્રાટકી શકે છે. તો કેટલાક વાવાઝોડા ઓમાન તરફ ફંટાઈ શકે છે. પરંતુ જ્યારે જ્યારે અરબી સમુદ્રમાં કઈ મોટી ચક્રવતી સિસ્ટમ ઉત્પન્ન થઈ છે, તેની સીધી અસર ગુજરાત ઉપર આવતી હોય છે. ગુજરાત માટે આ ખરાબ સમાચાર ગણી શકાય છે.