નક્ષત્રોની સ્થિતિ પરથી આવતા વર્ષે ચોમાસુ કેવું/કેટલા આની થશે? કેટલો વરસાદ? તેને લઈને અંબાલાલ પટેલે કરી પરસેવો વળી જાય એવી આગાહી…
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વર્ષ 2023ના ચોમાસાની સત્તાવાર રીતે વિદાયની જાહેરાત કરી છે. આ વર્ષે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને બાકી રાખતા સમગ્ર ગુજરાતમાં સો ટકાથી વધારે વાર્ષિક વરસાદ નોંધાયો છે. એકંદરે આ વર્ષે સૌરાષ્ટ્રને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં મધ્યમથી સારુ ચોમાસું રહ્યું છે. પરંતુ હવે આગામી વર્ષે ચોમાસું કેવું થશે? તેને લઈને સૌ કોઈના મનમાં પ્રશ્ન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અંબાલાલ પટેલે નક્ષત્રની સ્થિતિ પરથી આવતા વર્ષે ચોમાસુ કેવું? થશે કેટલો વરસાદ પડશે? તેને લઈને પરસેવો વળી જાય એવી આગાહી વ્યક્ત કરી છે.
પ્રાચીન લોકવાયકા મુજબ હાથીયો નક્ષત્ર આવતા વર્ષનો કોલ આપતો હોય છે. પહેલાના જમાનામાં વર્ષા વિજ્ઞાનના જાણકારો અને આગાહીકારો હાથીયા નક્ષત્રમાં કેવો વરસાદ? કેવો તડકો અને બીજા કેટલાક પરિબળોને આધારે તેના આવતા વર્ષમાં ચોમાસું કેવું થશે તેનું અનુમાન લગાવતા હોય છે. તેને આધારે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે હાથિયા નક્ષત્રનું નિરીક્ષણ કરીને આવતા વર્ષે ચોમાસું કેવું થશે તેને લઈને મોટું અનુમાન લગાવ્યું છે.
ગુજરાતમાં હથિયા નક્ષત્રની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં તડકો અને બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાથીયા નક્ષત્રના પ્રથમ ત્રણ દિવસ જે વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો આ વિસ્તારોમાં લોકવાયકા મુજબ આવતું વર્ષ સારું રહેવાનો કોલ ગણવામાં આવે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હાથીયા નક્ષત્રના શરૂઆતના ત્રણ દિવસોમાં જે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તે વિસ્તારોમાં આવતું વર્ષ સારામાં સારું રહેવાનું અનુમાન લગાવ્યું છે. તો આ સાથે જ બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું માધ્યમથી સારું અને ૧૬ આની રહેવાનું અનુમાન અંબાલાલ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ વર્ષે અલીનીનોની અસરને કારણે ચોમાસુ કેટલાક વિસ્તારોમાં નબળું જોવા મળ્યું છે. પરંતુ આવતા વર્ષે અલનીનો સંપૂર્ણ રીતે પોઝિટિવ થતાં ગુજરાતમાં સારા ચોમાસાના એંધાણ દેખાઈ રહ્યા છે.
બીજી એક પ્રાચીન માન્યતા મુજબ જે વર્ષે અધિક શ્રાવણ માસ હોય છે. ત્યાર પછીનું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું અને ભારે વરસાદ પડવાનું પૂર્વાનુમાન વર્ષા વિજ્ઞાનના જાણકાર અને આગાહીકારો લગાવતા હોય છે. એટલે કે વર્ષ 2024નું ચોમાસું એકંદરે સારામાં સારા રહેવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા અને બીજા આગાહીકારો દ્વારા લગાવવામાં આવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા શેર કરો.