પુષ્ય નક્ષત્રના અંતિમ દિવસોમાં આ જિલ્લાઓમાં આભ ફાટશે, અંબાલાલ પટેલે કરી જીવ તાળવે ચોંટાડે એવી આગાહી….
વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો રહ્યો છે. આગામી પાંચ દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રમાં ગુજરાતના આ જિલ્લાઓમાં સૌથી વધારે આફતનો વરસાદ પડવાની દિલના ધબકારા વધારે તેવી આગાહી વ્યક્ત કરી છે. આ આગાહી વિશે અમે વિગતવાર તમને આ લેખમાં જણાવીશું.
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદે માહોલ સક્રિય થઈ શકે છે. જ્યારે અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળું એક મોટું તોફાન ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને થન્ડર સ્ટ્રોંમ તરીકે ઓળખવામાં આવે છે. જેને કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આફતનો વરસાદ પડવાની મોટી સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે 26 જુલાઈ સુધી ગુજરાતમાં અત્યંત ભારે પુષ્કળ વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દાદરા નગર હવેલી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટમાં પુષ્ય નક્ષત્રમાં સૌથી વધારે ઘાતક વરસાદ પડી શકે છે. વધુમાં 27 થી 4 ઓગસ્ટની વચ્ચે પણ ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ આવવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જેને કારણે પુષ્ય નક્ષત્રમાં પણ સૌથી વધારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ નક્ષત્ર દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા અને તાપી બે કાંઠે વહી શકે છે. જ્યારે ઉકાઈ અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની પણ મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.