પુનર્વસુ નક્ષત્રના અંતમાં આ વિસ્તારોમાં થશે મહા જળપ્રલય, ભારે પવન સાથે પુષ્કળ વરસાદની અંબાલાલ પટેલે કરી નવી નકોર આગાહી…
ગુજરાતમાં ચારે તરફ મેઘ મહેરને કારણે ચોમેર ગ્રીનરી થઈ છે. રાજ્યમાં 15 દિવસથી સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ જોવા મળ્યો છે. પુનર્વસુ નક્ષત્ર બાદ પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે. ત્યારે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે પુનર્વસુ નક્ષત્રના અંતિમ દિવસોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે જળપ્રલય કરે તેવા વરસાદ પડવાની મોટી આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતની જનતાને સાવચેત કરતી ચોમાસાની સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જુલાઈ મહિનો ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે. કારણ કે જુલાઈ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરીને તમામ લોકોને ચેતવ્યા છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે.
અત્યાર સુધીમાં સક્રિય થયેલ સિસ્ટમો જમીન પરથી સક્રિય થઈ છે. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ચોમાસાની પ્રથમ ડીપ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ સિસ્ટમ 18 તારીખે સક્રિય થશે અને 18 થી 22 તારીખની વચ્ચે ગુજરાતમાં સૌથી મોટો વરસાદનો ભારે રાઉન્ડ લઈને આવી શકે છે. આ દિવસો દરમિયાન પુનર્વસું નક્ષત્રમાંથી સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થશે. નક્ષત્ર બદલતાની સાથે જ ગુજરાતમાં જળ પ્રલય થઈ શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે આ વરસાદ પૂર્ણ થયા બાદ 23 થી 30 જુલાઈની વચ્ચે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અવિરત વરસાદ પડી શકે છે. સાથે દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગોમાં પણ ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડશે. જેને કારણે નર્મદા નદી અને તાપી નદી બે કાંઠે વહી શકે છે. તો સરદાર સરોવર અને ઉકાઈ ડેમ ઓવરફ્લો થવાની પણ મોટી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. હજુ પણ આ નક્ષત્રના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે. અંબાલાલ પટેલની આગાહીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકોને તેની સાચી જાણકારી મળી શકે.