નવરાત્રીના અંતમાં રાજ્યના આ ભાગોમાં વાવાઝોડું કરશે કંઈક મોટી નવાજૂની, તાંબાના પત્રમાં લખી લેજો, અંબાલાલ પટેલે કરી ધ્રુજાવે એવી આગાહી…
ગુજરાત સહિત દેશના ઉપરી ભાગમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ કમોસમી વરસાદ અને માવઠાનું પ્રમાણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં તોફાની પવન પણ ફુકાઈ રહ્યો છે. આ સાથે હવે રાજ્યમાં ખતરનાક વાવાઝોડું ત્રાટકવાની અંબાલાલ પટેલે નળિયાં ઉડાડે એવી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી બીપોર જોય જેવા ખતરનાક વાવાઝોડા ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહીથી કરોડો ગુજરાતીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં અંબાલાલ પટેલની આગાહી મુજબ એક ઘાતક સાયક્લોનિક સિસ્ટમ એટલે કે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે, કાલથી અરબી સમુદ્રમાં મોટી હલચલ શરૂ થઈ છે.
અરબી સમુદ્રમાં થતી આ હલચલ 19 ઓક્ટોબરે એક લો પ્રેશર સિસ્ટમમાં સક્રિય થશે. જેને કારણે 22 થી 24 ઓક્ટોબરે એક વાવાઝોડું ઉદ્ભવવાની ખતરનાક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વાવાઝોડું આવવાની ચોખ્ખા શબ્દોમાં આગાહી વ્યક્ત કરી છે. આ સિસ્ટમ બંગાળની ખાડી અને હિંદ મહાસાગરનો ભેજ ખેંચીને વધુ ખૂંખાર બને તે એવું લગાવવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વાવાઝોડું કઈ બાજુ ફંટાઇ તેને લઈને હજુ કોઈ સચોટ માર્ગ કહ્યો નથી. પરંતુ આ વાવાઝોડાની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળશે એ નક્કી થઈ ગયું છે. અંબાલાલ પટેલે આ વાવાઝોડું ઓમાન અને ગુજરાત તરફ ફંટાઇ તેવું અનુમાન લગાવ્યું છે. 20 થી 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે તોફાની પવન અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે અસર જોવા મળી શકે છે.
આ વાવાઝોડાની અસર છઠ્ઠાથી આઠમા નોરતા સુધીમાં થશે. જેને કારણે અંબાલાલ પટેલે કહ્યું છે કે મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તોફાની વરસાદ પડશે. આ સિસ્ટમ બાદ 26 ઓક્ટોબરે બીજુ એક વાવાઝોડું સક્રિય થવાનું પણ આગોતરૂ એંધાણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.