જૂન મહિનાના અંતમાં ગુજરાતમાં થશે કંઈક મોટી નવાજૂની, પરેશ ગોસ્વામીએ કરી કાળજું કંપાવે એવી આગાહી…

ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાં-ક્યાં છુટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. અમુક ભાગોમાં ખેડૂતોને વાવણી કરવા માટે સારો વરસાદ પડ્યો છે. પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 24થી 30 જૂન દરમિયાન ગુજરાતના આ ભાગોમાં પવન સાથે જળબંબાકાર કરે તેવો વરસાદ થશે. નદીઓમાં પુર પણ આવી શકે છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, “ગુજરાતના ભાગોમાં ચોમાસું આવ્યા પછી ચોમાસું તીવ્ર બનશે. આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં મૂકાયા છે. તારીખ 24થી 30માં દક્ષિણ ગોળાર્ધથી ભૂમધ્યસાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે.

તારીખ 24થી 30માં આ પવનની ગતિ ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.” વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ જિલ્લાઓમાં નદીઓ છલકાઈ જાય તેવો ભારે વરસાદ પડશે સાથે આંધીવંટોળનું પ્રમાણ તારીખ 24થી 30 સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધના ભાગોમાં પવન ગતિ વધુ રહેશે. એ જ પવનની ગતિ પવનના સપાટા જમીન પર પડેલી વસ્તુને ફંગોળી શકે છે.

ઝાડની ડાળો વળી જાય એવો પવન ફૂંકાશે તથા કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન હશે. અત્યારે હાલ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 24થી 28માં ગુજરાતન ઘણાં ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 24થી 30 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી. આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *