વાવાઝોડાને લઈને અશોકભાઈ પટેલની ભુક્કા કાઢે એવી આગાહી, આ વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે, લખવું હોય તો લખી લેજો…
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલ પ્રીમોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આ પ્રીમોન એક્ટિવિટીની વચ્ચે હાલ અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આ વિશે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા પણ ભારે પવન અને આંધી વંટોળને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા પણ વાવાઝોડા અને આંધી વંટોળને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અને વર્ષા વિજ્ઞાનના જાણકાર એવા અશોકભાઈ પટેલ અવારનવાર ચોમાસા, વરસાદ, વાવાઝોડા અને ઠંડીને લઈને આગાહી વ્યક્તિ કરતા હોય છે. તેની આગાહી મોટાભાગે સાચી પણ પડતી હોય છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 25 મેથી 31 મે સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પવનો મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફથી ફૂકાશે. પવનની ગતિ સરેરાશ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાતમાં 28મી મે સુધી પવનની ઝડપ વધુમાં વધુ જોવા મળશે. આ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બપોરે અને સાંજે ભારે પવન ફૂંકાઈ શકે છે.
અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવામાં મળી છે. હલચલને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. જેને લઈને મોટી સંભાવના અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે કોસ્ટલ સૌરાષ્ટ્રમાં એક થી બે દિવસ સુધીમાં એકલ દોલક વિસ્તારમાં છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતના તમામ વિસ્તારોમાં હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41 સેલ્સિયસ ચાલી રહ્યું છે. 25 થી 29 સુધીમાં આ તાપમાન નોર્મલ થી નીચું જઈ શકે છે અને ત્યારબાદ 30 થી 31 મે ની આજુબાજુ આ તાપમાન નોર્મલ તાપમાનથી ઊંચું જઈ શકે છે. હાલ ગુજરાતમાં ભારે પવન સાથે આંધી વંટોળનું પ્રમાણ વધી શકે છે જેને લઇને મોટી આગાહી અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.