મહાવિનાશક “બિપરજોય” વાવાઝોડાને લઈને અશોકભાઈ પટેલે કરી ભુક્કા કાઢે એવી આગાહી, તાંબાના પત્રમાં લખવું હોય તો લખી લેજો…
ગુજરાત ઉપર હાલ બીપોર જોય વાવાઝોડાનો ખતરો મંડળ રહ્યો છે. હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા બોપોર જોય વાવાઝોડાને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે હાલ બીપોર જોય વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે. જેને કારણે રાજ્યના આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં તોફાની ચક્રવાતી વાવાઝોડું બીપોર જોય છેલ્લા છ કલાક દરમિયાન 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ તોફાન લઈને આગળ વધી રહ્યું છે. અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડુ બીપોર જોય હાલ અતિ સેવ્યર સાયક્લોનિક સિસ્ટમમાં પરિવર્તિત થયું છે જેને કારણે ગુજરાતના આ વિસ્તારોમાં તેની ઘાતકી અસર દેખાઈ રહી છે.
અશોકભાઈ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આજે 12 મી જુને આ વાવાઝોડું 17.9 ડીગ્રી અંશ અક્ષાંશ અને 67.4 ડિગ્રી ઇસ્ટ રેખાંશમાં મુંબઈથી લગભગ 580 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં, તો પોરબંદરથી 200 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં 480 કિલોમીટર, દેવભૂમિ દ્વારકા થી 350 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશા તરફ તબાહી મચાવતો જોવા મળી રહ્યું છે. નલિયા અને કરાંચીથી આ વાવાઝોડું 780 કિલોમીટર દૂર છે.
બીપોર જોય વાવાઝોડુ 14 મી જૂન સવાર સુધીમાં લગભગ ઉત્તર તરફ ગતિ કરશે અને ત્યારબાદ ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર, કચ્છ અને માંડવીની સાથે સાથે કરાચી પાકિસ્તાન વચ્ચે 15 મી જુન બપોરના સમયે દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જેને કારણે આ વિસ્તારોમાં ઘાતકી અસર જોવા મળી શકે છે. વાવાઝોડું અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે. હાલ આ ચક્રવાતની અસરને કારણે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 150 સુધીની તોફાની ગતિ રહી શકે છે.
અશોકભાઈ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા નજીક આ વાવાઝોડું ટ્રેક કરે તેવી સંભાવના છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. ભારે પવન અને વરસાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ આ તોફાન કરવામાં આવેલ આગાહી કરતા વધારે ગતિ વાળું જોવા મળ્યું છે જેના કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રને કચ્છમાં ભારે પવન સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે તોફાની વરસાદ પડી શકે છે.