આજથી મુંબઈ સહિત ગુજરાતના આ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત, ભારે વરસાદને લઈને અશોકભાઈ પટેલની મોટી આગાહી…
આજ વહેલી સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની ધીમીધારે શરૂઆત થઈ છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના તમામ વિસ્તારોમાં બેસી ગયું છે. ગઈકાલે મુંબઈના ઘણા બધા વિસ્તારોમાં જળબંબાકાર કરે તેવો ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવે ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ચોમાસાની આજથી શરૂઆત થઇ છે. જેને લઇને અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ વાવાઝોડાની અસરના કારણે આ વખતે ચોમાસામાં થોડો વિલંબ જોવા મળ્યો છે. દર વખતે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત 1 જૂને થતી હોય છે પરંતુ આ વખતે 8 જુને શરૂઆત થઈ છે. પરંતુ ત્યારબાદ વાવાઝોડાની અસરને કારણે ચોમાસાની ગતિમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો.
પરંતુ હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ફરી એકવાર સક્રિય થયા છે જેને કારણે ચોમાસાએ ભારે ગતિ પકડી છે અને હાલ ચોમાસું ગુજરાતના આ વિસ્તારોમાં આવી પહોંચ્યું છે. હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે.
વડોદરા સુધી દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર વેરાવળના વિસ્તારોમાં ચોમાસાની વહેલી સવારથી જ શાનદાર શરૂઆત જોવા મળી છે. આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે એવું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું છે. આ વિસ્તારો સિવાય બે દિવસ રાજ્યના બાકીના વિસ્તારમાં પ્રિ મોનસુન એક્ટિવિટીને કારણે છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે છે.
અશોકભાઈ પટેલે ભારે વરસાદને લઈને જણાવ્યું છે કે 26 જૂનથી 30 જુની વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પ્રદેશને સૌરાષ્ટ્ર અને કચ્છની સરખામણીમાં વધુ માત્રા અને કવરેજ મળવાની અપેક્ષા છે.