અશોક પટેલની નવી મોટી આગાહી, જાણો આજથી 1 ઓગસ્ટ સુધી વરસાદ રહશે કે વરાપ?

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 241 તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાંથી 56 તાલુકાઓમાં 25મીમી કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 24 જુલાઈ સુધી 168% વરસાદ થયો છે. જ્યારે કચ્છના ભાગોમાં 279 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં 24 જુલાઈ સુધી આ વર્ષે સામાન્ય કરતા 39% વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદથી હવે લોકો અને ખેડૂતો આરામ માંગી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ દ્વારા રાજ્યના આ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની રાહતની મોટી આગાહી વ્યક્ત કરી છે.

અશોકભાઈ પટેલની આગાહી અનુસાર આગામી 26 જુલાઈ થી 1 ઓગસ્ટ સુધી રાજ્યના આ વિસ્તારોમાં વરસાદી રાહત મળી શકે છે. અશોક પટેલના અનુમાન અનુસાર આગાહીના દિવસો દરમિયાન ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો ક્રમશઃ રીતે ઉત્તર દિશા તરફ ગતિ કરશે. આ છેડો આગાહી સમય દરમિયાન નોર્મલથી ઉત્તર દિશા તરફ રહેશે. અમુક ટાઈમે આ છેડો હિમાલયની તળેટી બાજુ ખસી શકે છે.

બંગાળની ખાડી પર હાલ જે સિસ્ટમ છે. તે હજુ મજબૂત બની શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીના વિસ્તારમાં કેટલાક દિવસે મોન્સૂન ટ્રફ સક્રિય રહી શકે છે. 27 જુલાઈથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અરબ સાગરમાંથી ફુલ સ્પીડે પવનો ફોકાશે. અરબી સમુદ્ર અને ગુજરાત રાજ્ય પર આગામી બે દિવસ સુધી ટ્રફ રહી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો 1.5 km કે તેથી નીચેના લેવલની ગતિથી ફૂંકાઈ શકે છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટા છવાયા તો કેટલાક વિસ્તારોમાં હળવોથી માધ્યમ વરસાદ પડી શકે છે. આગાહી સમય દરમિયાન આ ભાગોમાં ધૂપ છાવ જેવો માહોલ રહેશે. કેટલાક વિસ્તારોમાં વરાપ અને રેડા મિશ્ર જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલના અનુમાન અનુસાર નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો પસાર થશે. જેને કારણે ફક્ત છુટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. આ આગાહીના દિવસો દરમિયાન તડકો છાયો વાળું વાતાવરણ રહી શકે છેએમ દક્ષિણ ગુજરાત અને તેના નજીકના વિસ્તારોમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *