20 તારીખ સુધીની અશોક પટેલની મોટી આગાહી, કેવો/કેટલો વરસાદ પડશે? ક્યાં સુધી વરાપ? જાણો કેવુ રહેશે હવામાન…
ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ઘણા દિવસોથી કોઈ નોંધપાત્ર વરસાદ નથી. ત્યારે હજુ ચાલુ સપ્તાહમાં પણ ધૂપછાંવ ભર્યો માહોલ યથાવત રહેવાની અને નોંધપાત્ર વરસાદ થાય તેમ ન હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે, રાજયમાં ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. અને કયાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. 13 મી ઓગસ્ટની સ્થિતિએ રાજયમાં વરસાદની ટકાવારીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાં નોર્મલ કરતાં હવે 63 ટકા વધુ વરસાદ રહ્યો છે.
વધુમાં અત્યાર સુધી કચ્છમાં 126 ટકા તથા ગુજરાત રીજીયનમાં નોર્મલ કરતા ત્રણ ટકા વધુ વરસાદ નોંધાયો છે. મહત્વની વાત એ છે કે દેશ લેવલે વરસાદની ખાધ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને હાલ નોર્મલ કરતાં 3 ટકા ઓછો વરસાદ છે. ગુજરાતની સરખામણીએ કેરળ, ઝારખંડ, મિઝોરમ, બિહાર, અને મણીપુરમાં વરસાદની ઘટ વધુ છે.
ચોમાસા સંબંધી પરિબળો વિશે આગાહી કાર અશોક પટેલે કહ્યું કે, ગુજરાતને અસરકર્તા પરિબળો હાલ વિપરીત છે. ચોમાસુ ધરીનો પશ્ર્ચિમ છેડો નોર્મલથી ઉતર તરફ જ છે. અને અમુક દિવસો હિમાલયની તળેટીમાં રહેવાની શકયતા દેખાઈ રહી છે. આ સિવાય ભેજની વાત કરીએ તો 3.1 ના લેવલે ભેજની માત્રા ઓછી રહે તેમ છે. આગામી દિવસોમાં પવનની ઝડપ પણ સામાન્ય કરતા વધુ રહેશે. અને અમુક સમયે 25 થી 34 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શકયતા દેખાઈ રહી છે.
તા.14 થી 20 ઓગસ્ટની આગાહીમાં તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્રમાં અમુક દિવસે કયાંક છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠાનાં ભાગોમાં આ શકયતા વધુ રહેશે. બાકીના વિસ્તારોમાં ધૂપછાવનો માહોલ વધારે રહેશે. ગુજરાત રીજીયનમાં પણ અમુક દિવસે કયાંય છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે. કયાંક મહ્તમ વરસાદની પણ સંભાવનાને બાદ કરતા ધુપછાંવ રહેશે. કયાંક નોંધપાત્ર વરસાદની સંભાવના નથી. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.