6 થી 12 તારીખ સુધીમાં આ ભાગોમાં ભયંકર વરસાદ પડવાની અશોક પટેલે આપી મોટી આગાહી, લખવું હોય તો લખી લેજો..

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ અનરાધાર વરસાદે થોડોક વિરામ આપ્યો છે. પરંતુ આગામી દિવસોમાં 6 થી 12 તારીખ સુધીમાં ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કરેલ આગાહી વિશે વિગતવાર આ લેખમાં અમે તમે જણાવશું. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. તારીખ 6 થી 12 સુધીમાં વરસાદના વિવિધ સાનુકૂળ પરિબળો ઊભા થવાની શક્યતા અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે આ દિવસો દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આગામી દિવસોમાં સક્રિય થતા પરિબળો અનુસાર ચોમાસાનો પશ્ચિમ છેડો નોર્મલથી દક્ષિણ બાજુ ખસી જશે. વધુમાં મુંબઈથી પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ 3 km ની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે બંગાળની ખાડી થી લઈને અરબી સમુદ્ર સુધી આવા ત્રણ પરિબળો ગુજરાતમાં ચોમાસાનો ધોધમાર વરસાદ લઈને આવી રહ્યું છે. જેની અસરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

અશોકભાઈ પટેલની આગાહી અનુસાર 6 તારીખથી 12 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો સારો રાઉન્ડ આવી રહ્યો છે. અશોક પટેલે કહ્યું કે રાજયનાં 30 ટકા ભાગોમાં અમુક દિવસવરસાદ પડશે અને 40 મીમી (અંદાજીત દોઢ ઈંચ) પાણી વરસવાની શક્યતા છે.

રાજ્યના 40 ટકા ભાગોમાં ઘણા દિવસ વરસાદ થઈ શકે છે અને 40 થી 80 મીમી (અંદાજીત દોઢથી ત્રણ ઈંચ) પાણી વરસવાની સંભાવના છે. અશોકભાઈ પટેલની આગાહી અનુસાર 6 તારીખથી 12 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, છોટાઉદેપુર ભારે વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *