બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થતાં આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, અંબાલાલ પટેલની ધ્રુજાવી દે તેવી આગાહી…
ગુજરાતમાં હાલ વરસાદ સંતાકૂકડી રમી રહ્યો છે. ત્યારે હવે વરસાદ ક્યારે આવશે કે કેમ તેને લઇ સૌ કોઈ ચિંતિત જોવા મળ્યા છે. હાલ કેટલાક ખેડૂતોએ સિંચાઇ શરૂ કરી દીધી છે. અને અમુક વરસાદની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અને વેધર એક્સપર્ટ અબાલાલ પટેલે કહ્યુ કે, વરસાદના નવા ઘાતક રાઉન્ડ માટે તૈયાર રહેજો. બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભુક્ક કાઢશે.
ગુજરાત ઉપરથી હાલ ચોમાસું ધરી ઉતરીય ભાગ તરફ ખસતી જોવા મળી છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બે મોટી સિસ્ટમો સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર ઘાતક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. તેમણે તારીખો સાથે સચોટ આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 16 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં બે મોટી વેલમાર્ક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ગુજરાતમાં 18 થી 21 ઓગસ્ટની વચ્ચે ઘાતક વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. ગુજરાતમાં વરસાદનું આ વહન ખૂબ જ ભારે રહી શકે છે. કારણ કે એક સાથે બે સિસ્ટમો ગુજરાત ઉપર ત્રાટકવાની છે. મઘા નક્ષત્રમાં આ વર્ષે ભરપૂર વરસાદને લઈને મોટું અનુમાન પણ અંબાલાલે આપ્યું છે.
ગુજરાતમાં 19 ઓગસ્ટથી સારામાં સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. 16 ઓગસ્ટ પછી એકાએક ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. કરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થઈ શકે છે અને નદી-નાળામાં પાણીની નોંધપાત્ર આવક થઈ શકે છે. બંગાળની ખાડીમાં એક નહીં પણ બે બે સિસ્ટમ સક્રિય થવાની છે અને તેની અસર નીચે રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રારંભે ભલે વરસાદનું જાર નબળું રહ્યું હોય પણ આગામી નજીકના દિવસોમાં વરસાદનો નવો ઘાતક રાઉન્ડ કડાકા પડાવા સાથે તૂટી પડી શકે છે. આ વરસાદની અસર કેટલાક વિસ્તારોમાં 21 અને 22 ઓગસ્ટ સુધી પણ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે અને ભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે. માત્ર એટલું જ નહીં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં 10 ઇંચથી વધારે વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો.