ટીટોડીએ વૈશાખના બદલે ફાગણ મહિનામાં ઇંડા મૂકતાં વરસાદ વહેલો થશે કે મોડો? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું…
હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબલાલ પટેલે વર્ષ 2025ના ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે વર્ષોથી ચોમાસાંની આગાહી અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં હોળીની જ્વાળાથી લઇને અન્ય રીતે પણ વર્તારા કરવામાં આવે છે. ત્યારે ચોમાસાંના આગમન પહેલાં કુદરતા ક્રમ નિયમ મુજબ વૈશાખ મહિનામાં ઇંડા મૂક્તી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઇંડા મૂકતાં કુતુહલતા સર્જાઈ છે,
આંબા કાકાએ વધુમાં કહ્યું છે કે સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનામાં ઇંડા મૂકે છે. ટીટોડી ઇંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે. જેમાં જો ટીટોડી ઉચાઈ ઉપર ઈંડા તો વરસાદ વધુ અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઉંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે.
જોકે ચાલું વર્ષે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પારીયાના મુવાડા ગામમાં આવેલાં ઉકરડા પર બે અલગ અલગ ટીટોડીએ વૈશાખને બદલી ફાગણમાં જ ઇંડા મૂકતાં કૂતુહલ સર્જાયું છે. અંબાલાલના જણાવ્યા અનુસાર ટીટોડીએ ઇંડા વહેલાં મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે. આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઉચે ઇંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે. હાલમાં ટીટોડી પોતાના ઇંડાને સેવી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કૂતુહલવશ ટીટોડી અને તેના ઇંડાને જોવા આવે છે.
જેતપુરપાવી તાલુકાના મોતીપુરા ગામમાં આવેલ એક ખેતરના શેઢા પર કાજર બારીયા, જેતપુરપાવી તાલુકાના મોતીપુરા ગામમાં આવેલ એક ખેતરના શેઢા પર ટોચે ટીટોડીએ ઈંડા મુક્યા છે. સામાન્ય રીતે, વૈશાખ માસના અંતમાં ટીટોડી ઈંડા મુકતી હોય છે. પરંતુ હાલે ફાગણ માસમાં ટીટોડીએ ઈંડા મુકતા ગામલોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. આ માહિતી તમામ ખેડૂતો સુધી પહોંચડવા વધુમાં વધુ શેર કરો….