સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ થતા ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી જીવનદાન આપે એવી આગાહી…
ગુજરાતના અમુક વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી વરસાદનો એક છાંટો જોવા મળ્યો નથી. સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગત અઠવાડિયે સારો એવો વરસાદ પડ્યો પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ પણ વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે, જેને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. સૂર્ય નારાયણનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ વદ 14ને બુધવાર તારીખ 13/9/2023 એટલે કે ગઈ કાલે થયો છે. આ નક્ષત્રમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ બીજું લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઇને ઓરિસ્સા અને મધ્યપ્રદેશના રસ્તે ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ અચાનક બદલાઈ શકે છે અને રાજ્યના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓમાં નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહી સામે આવતા ગુજરાતના ખેડૂતોને જીવનદાન મળી શકે છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સક્રિય થયેલ હાલ સિસ્ટમને લીધે ઓરિસ્સા અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજથી જ વાતાવરણમાં ફેરફારો જોવા મળ્યા છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે. આગામી દિવસોમાં વાતાવરણ હજુ બદલાશે તેવા સંકેતો અંબાલાલ પટેલે આપ્યા છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ થતા હવે ગુજરાતમાં વરસાદ તબાહી મચાવી શકે છે. ખાસ કરીને 15 તારીખ પછી સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.