વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ફંટાતા હવે નક્કી માર્યા સમજો, અંબાલાલે આ વિસ્તારોમાં રુવાડાં ઊભા કરે એવા તોફાની વરસાદની કરી મોટી આગાહી…

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ આપ્યો હતો. આશ્લેષા નક્ષત્ર બેસતાની સાથે જ વરસાદનું જોર ધીમું પડયું છે. આવી સ્થિતિમાં હવે બંગાળની ખાડીમાંથી આવી રહેલ જોરદાર સિસ્ટમ ગુજરાત તરફ ફંટાતા હવે રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા રુવાડાં ઉભા કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડી માંથી આવી રહેલ જોરદાર સિસ્ટમ ઉત્તર પૂર્વ ભાગ તરફ ગતિ કરી રહી હતી. પરંતુ આ સિસ્ટમ હવે પશ્ચિમ ભાગ તરફ ફંટાઈ છે. જેના કારણે ગુજરાતમાં 13 ઓગસ્ટ સુધી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ જુલાઈ મહિનામાં પડેલા ઘાતક વરસાદની યાદ અપાવશે, તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ આ ઘાતક સિસ્ટમ ઉત્તર ભારત અને પૂર્વ ભારત તરફ ગતિ કરી રહી હતી. પરંતુ અચાનક જ અરબી સમુદ્રમાંથી ભેજનું પ્રમાણ વધારતા આ સિસ્ટમને પશ્ચિમ ભારત તરફ ખેંચી છે. સિસ્ટમનો માર્ગ બદલાતા હવે ગુજરાત સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પુર અને જળબંબાકાર કરે તેવો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી વિશે વધુમાં વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આ સિસ્ટમ સૌથી વધારે તબાહી મચાવી શકે છે. સાથે ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. 13 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદને લઈને મોટી શક્યતા આપવામાં આવી છે. વરસાદનો આ રાઉન્ડ જુલાઈ મહિનામાં પડેલ ઘાતક વરસાદની યાદ અપાવશે એ નક્કી છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદ અને પવનને કારણે આગામી પાંચ દિવસ સુધી માછીમારોનો દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આગામી પાંચ દિવસ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, નડિયાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, તાપી, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પાટણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે રુવાડાં ઉભા કરે તેવો વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *